શાયરી

પ્રેમ માટે દિલ, દિલ માટે તું,

મારા માટે તું, તારા માટે હું!


ચાંદની પણ ફીકી લાગે છે,

જ્યારે કોઈ પોતાના દૂર થઈ જાય,

યાદો તો રહી જાય છે,

પણ સાથે ચાલનારા બદલાઈ જાય છે.


વરસાદ તો આજે પણ આવે છે,

પણ ભીંજવવા હવે તું નથી,

ટીપાં તો એ જ છે,

બસ સાથે ચાલનાર બદલાઈ ગયો છે.








ઘર તો ઘણા જોયા જીવનમાં,

પણ શાંતિ ફક્ત ત્યાં મળી,

જ્યાં તું મારી સાથે હતી.


હજારો ચહેરા જોયા હશે દુનિયામાં,

પણ દિલને ગમ્યો તો ફક્ત તારો ચહેરો…

કદાચ આને જ લોકો,

સાચો પ્રેમ કહેતા હશે.


નથી જોઈતી મારે દુનિયાની દોલત,

જોઈએ છે તો મારે તારા પ્રેમની એક મોહલત!!








હું એટલે તારા કાલ્પનિક પ્રેમનો,

વાસ્તવિક પ્રેમી!!


તમને જોયાને ઉડી ગયો ચેન,

કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ!!


પ્રેમના કોઈ માપ ના હોય,

એ તો બસ આપોઆપ હોય!!








તારી સાથે હોઉં તો શબ્દો નથી મળતા,

અને એકલો હોઉં તો કાગળ નથી વધતા!!


કેવી મજાની એ સોનેરી સાંજ હતી,

જ્યારે એણે કહ્યું મારી તો

પહેલે થી જ હા હતી!!


મને થઈ ગઈ છે પ્રેમની બીમારી,

સવાર બપોર સાંજ હવે જરૂરત છે તારી!!