શાયરી

વિચાર્યા વિના થઇ જાય એ પ્રેમ છે,

વિચારીને થાય એ તો એક ગેમ છે!!


પ્રેમની કોઈ ભાષા ના હોય,

અને દરેક પ્રેમિકા કંઈ રાધા ના હોય!!


લાગણીને ક્યાં કોઈ પાળ હોય છે,

એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે!!








મન ફાવે ત્યારે બ્લોક અને

મન ફાવે ત્યારે અનબ્લોક કરે છે,

હું એને કેટલો પ્રેમ કરું છું

એ વારેઘડીયે ચેક કરે છે!!


અમે તો સંબંધ સાચવવામાં જ રહી ગયા,

અને એ બહાના શોધીને આગળ વધી ગયા.


સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,

તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં

રાધા ના હોત!!








જેનાથી સૌથી વધુ પ્રેમ હતો,

એજ દિલ તોડી ગયું,

હાસ્ય આપવાના બહાને,

જીવન આખું રડાવી ગયું!!


બીજી બધી મોજ તો રોજ છે,

બસ ખાલી એક પ્રેમની ખોજ છે!!


કોઈ ખુશીમાં રડ્યું છે તો

કોઈ દુઃખ માં રડ્યું છે…

ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ

કોઈ વિશ્વાસ માટે રડ્યું છે

તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે…