પ્રેરણાદાયી

નીતિ સાચી હશે તો,
નસીબ ક્યારેય ખરાબ નહીં થાય !!


ભૂલનો બચાવ કરવા કરતા
ભૂલની કબુલાત કરવામાં
બહુ ઓછો સમય લાગે છે.


આજે સંઘર્ષની ઘડી છે,
કાલે સફળતાની લડી છે;
જેના ઈરાદા બુલંદ છે,
એની જીત નક્કી છે.








સપનાંની કિંમત ચૂકવવી પડે,
મહેનતની આગમાં તપવું પડે;
માત્ર ઇચ્છાથી જીત નથી મળતી,
જીતવા માટે પોતે ઘડાવું પડે.








સપનામાં જાન હોવી જોઈએ,
ઈરાદામાં ઉડાન હોવી જોઈએ;
જીત ભલે મોડી મળે,
પણ જીતવાની આગ હોવી જોઈએ.


તમારી શરૂઆત ભલે નાની હોય,
પણ તમારો જુસ્સો નાનો ન હોવો જોઈએ;
કારણ કે મોટી સફળતા માટે,
પહેલું પગલું જ સૌથી મહત્ત્વનું છે.








નિષ્ફળતા એ અંત નથી,
પરંતુ સફળતા સુધી પહોંચવાનો
એક મહત્વપૂર્ણ પડાવ છે.
દરેક ભૂલમાંથી શીખીને આગળ
વધવું જ સફળતાની સાચી શરૂઆત છે.