“મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ, ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ.”
માણસે બીજું બધું ગુમાવ્યું પાલવે કદાચ, પણ વિશ્વાસપાત્રતા ગુમાવવાનું કદી કોઈને પાલવતું નથી. 🏵🌾🌾🌾🏵
““માઁ” થી મોટું કોઈ નથી, કારણ કે “માઁ” ની “માઁ” પણ “નાની” કેહવાય છે.”
માણસ ચિંતા કરે એનો અર્થ એ કે તેને ઈશ્વર માં શ્રદ્ધા નથી અને શ્રદ્ધા આંધળી પણ ન હોવી જોઈએ નહિ તો એ અંધશ્રદ્ધા બની જાય છે. 🍀🌾🌾🌾🍀
“નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે, ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે ?”
“વડલાની જેમ તાપ સહન કરી, પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે… પિતા…”
તમે પ્રશંસાના વ્યસની થઈ જશો ત્યારે બાહ્ય વખાણ ઉપર જ તમારું સુખ અવલંબિત રહેશે. તમારા સુખની ચાવી બીજાની પેટીમાં ચાલી જશે. 🌀🌸🌸🌸🌀
ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ? 🌿💮💮💮🌿