પ્રેરણાદાયી

“શતરંજ નો એક નિયમ ઉત્તમ છે,
ચાલ ગમે તેવી ચાલો, પણ પોતાના પ્યાદા ને ન મારી શકો.”


કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ,
કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.
🌴🌼🌼🌼🌴


“નિષ્ફળતા મળે તો હિમંત રાખવી,
સફળતા મળે તો વિનમ્રતા રાખવી.”








🌴મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની ક્ષદ્ધા ધાયુઁ કામ કરી જય છે.🌴


“દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.”


“આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે!”








“લાગણીની એટલી લાગી તરસ,
કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે…”


મારી દષ્ટિએ સાચો મિત્ર એ છે કે
જે આપણી મૂંઝવણ અને નિરાશામાં કંઈ સલાહ આપવાને બદલે બોલ્યા વગર દિલાસો આપે.
🍁🌾🌾🌾🍁


“સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય.”








માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે,
ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઈ જતો નથી.
🌀🌺🌺🌺🌀


“આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો,
જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો.”


માનવીના બધાજ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે,
કારણકે તે બધા જ ગુણોની જવાબદારી લે છે.
☘💮💮💮☘