ઠોકર ખાઈને શીખતા જજો, દરેક મુશ્કેલીમાં ઘડાતા જજો, જીત એક દિવસ જરૂર મળશે, બસ હિંમતથી આગળ વધતા જજો.
પાંખો કરતાં હિંમત મોટી છે, ઊંચાઈ કરતાં ઉડાન મોટી છે. જીતે છે એ જ જીવનમાં, જેની આશા અને લગન મોટી છે.
સફળતા સુધી પહોંચવાનો સૌથી સરળ નિયમ છે – શીખતા રહો, પ્રયત્ન કરતા રહો અને ક્યારેય હાર ન માનો.
મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી, તે ક્યારેક અનુભવના રૂપમાં તો ક્યારેક સફળતાના રૂપમાં ફળ આપે છે.
જીવનમાં ક્યારેય પોતાની ક્ષમતાઓ પર શંકા ન કરવી, કારણ કે મોટા વૃક્ષો પણ એક નાનકડા બીજથી જ શરૂ થાય છે.
વરસાદ અને તડકો બંને જરૂરી છે મેઘધનુષ બનવા માટે, એમ જ ખુબસુરત જિંદગી માટે સુખ અને દુઃખ બંને બહુ જરૂરી છે !!
જે થાય એ સારા માટે જ થાય છે, ક્યારેક વિપરીત પરિસ્થિતિઓ આપણી વર્તમાન સ્થિતિને સુધારવા આવતી હોય છે !!