ગુણ ના હોય તો રૂપ વ્યર્થ છે, ઉપયોગ ના હોય તો ધન વ્યર્થ છે અને નમ્રતા ના હોય તો વિદ્યા વ્યર્થ છે !!
દરેક માણસ પાસે સમયની સમાન સંપત્તિ હોય છે, જે તેનો સદુપયોગ કરે છે તે જ સફળ થાય છે.
રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.
સફળતા સુધી જતા રસ્તાઓ
સીધા નથી હોતા,
પણ સફળતા મળી ગયા બાદ
બધા રસ્તા સીધા થઇ જાય છે..
જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની
આખી બાઝી પલટાઈ જાય છે,
તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની
બાઝી પણ પલટાઈ જાય છે.
કેવી રીતે વાત કરવી એના કોઈ
ક્લાસ નથી હોતા,
પણ તમે જે રીતે વાત કરો એના
પરથી તમારો ક્લાસ નક્કી થાય છે.
જો વ્યક્તિનો ઈરાદો બુલંદ હોય તો
તે દરેક મુશ્કેલી નો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
કોઈનું સારું થાય એ માટે ભોગ આપવો,
એ છપ્પન ભોગ ધરાવ્યા બરાબર છે.
કોઈના વિશે એટલું જ ખરાબ બોલવું,
જેટલું તમે તમારા વિશે સાંભળી શકો.
કડવું છે પણ સત્ય છે
‘વખાણ’ દિવસ સુધારે અને…
‘ઠપકો’ જીવન સુધારે..!
શબ્દો હંમેશાં એવા હોવા જોઈએ,
જે વાંચે એને લાગે બસ આ
મારા માટે જ છે…
બોલવા, બોલવામાં ઘણો ફરક હોય છે,
બેસ, બેસો અને બેસને કહેવામાં પણ
ઘણો ફરક હોય છે.