ઘી, દૂધ અને માખણ કરતા પણ,
વધારે ચરબી પૈસાથી ચઢે છે!!
જીવનમાં જવાબદાર બનો,
જવાબદારી ન બનો…
બધું જ મોંઘુ થઈ ગયું પણ માચીસ
હજુ પણ એક જ રૂપિયામાં મળે છે,
કેમ કે આગ લગાડવા વાળાની
કિંમત ક્યારેય વધતી નથી….
તરસ છીપાઈ ગયા પછી
ખાલી બોટલ બોજ લાગવા માંડે છે,
વાત ઊંડી છે સાહેબ
ન સમજાય તો બે વાર વાંચજો.
જિંદગીની શાળામાં સમય
જ એક શિક્ષક છે,
જે ઘણું બધું શીખવી જાય છે..!!
સ્માર્ટ બનવું સારું છે,
પણ બીજાને મૂર્ખ સમજવું એ મૂર્ખતા છે.
પાછું વળીને જોવાનું બંધ કરો,
જે છૂટી ગયું એ તમારું હતું જ નહીં..!!
Impossible ને ધ્યાનથી જોવો
એ ખુદ કહે છે, I m possible
બસ જોવાની નજર બદલો અને
અસંભવને સંભવ કરો !
જ્યારે ઘડવા બેઠો ત્યારે ખબર પડી કે
ઘડવું અને ઘડાવવું બંને અઘરું છે.
જંગલમાં સીધું લાકડું
અને સમાજમાં સીધો માણસ
હંમેશા પહેલો કપાય છે.
ખોટા આરોપની
ક્યારેય ચિંતા ના કરશો,
કેમકે સમયનું ગ્રહણ તો
સૂર્યને પણ લાગે છે.
અસફળ વ્યક્તિ સાથે
બેસવાનું રાખો,
તેની પાસે થી અહંકાર
નહીં અનુભવ મળશે.