જિંદગી હમણાં એક મસ્ત
વસ્તુ શીખાવી ગઈ સાહેબ,
એકલા રહેજો,
પણ કોઈના ભરોસે નહિ..!!
સુખી થવા માટે
ત્રણ વસ્તુઓ યાદ રાખવી
રડવું નહીં, લડવું નહીં ને
કારણ વગર કોઈને નડવું નહીં..!!
જે જતા હોય એને જવા જ
દેવા સાહેબ કારણ કે,
પરાણે બાંધેલા સંબંધો ક્યારેય..
લાંબા ટકતા નથી..
સમય એટલો સરસ પસાર કરો,
કે યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં.
હસતા મોઢે દુઃખ સહન કરવું ને
બસ એનું જ નામ જિંદગી.
“સુખ” સવાર જેવું છે,
માંગો તો નહીં
જાગો તો જ મળે.
હસી લેવાથી અને
હટી જવાથી
ઘણી બધી સમસ્યાઓનો
અંત આવે છે..!!
યુદ્ધ મેદાનનું હોય કે વિચારોનુ
માણસ ઘવાયા વિના ઘડાતો નથી.
જવાબ થોડો મોડો આપવો પણ,
સવાલ ફરી ના ઉઠે એવો આપવો.
સમજણ પુસ્તકો વાંચીને નહી
દુનિયા જોઈ ને આવે છે.!!
વિશ્વનો સૌથી અઘરો
અભિનય એટલે,
મનમાં સંઘર્ષ હોવા છતાં
ચહેરા પર સ્મિત હોય !!
પ્રયત્ન કરવાથી નિષ્ફળ ખેલાડી
પણ સફળ બની જાય છે…