શાયરી

લખવા ચાહું એક વાક્ય અને
આખી કવિતા લખાય જાય છે
ખબર નઈ એવું તો શું જાદુ છે તારામાં કે
તને યાદ કરતાં કરતાં ક્યારે રાત માંથી
સવાર થઈ જાય છે


થોડુક કાચું અને થોડુક પાકું છે,

પણ મારા પ્રેમનું ગણિત સાચું છે !!


ચા નથી ગમતી,

ના કોફીનો શોખ છે,

મને તો બસ તારી સાથે ઘડીક

બેસવાનો રોગ છે..!!








હજારો ચહેરાઓ છે આ

વિશાળ દુનિયામાં,

પણ આ દિલને તો બસ

તારો જ ચહેરો ગમે છે..!!


ચાહતનો કોઈ ચોક્કસ દિવસ નથી હોતો,

તું સાથે હોય ને, એ જ મારો ઉત્સવ હોય છે..!!


માત્ર હાથ પકડવો જ પ્રેમ નથી હોતો,

આજીવન સાથ નિભાવવાની ખાતરી

એટલે પ્રેમ..!!








હું કંઈ કવિ નથી કે તારા પર

આખી ચોપડી લખી નાખું,

બસ દિલમાં એક વાત છે કે

તને સવાર-સાંજ યાદ કરી નાખું..!!


તારું ને મારું નામ સાથે કેટલું સરસ લાગે છે,

જેમ કોઈ સુંદર કવિતાનું પહેલું ચરણ લાગે છે..!!


બધાં ને ગરમીમાં “Glucose” જોઈએ,

પણ, મને તો માત્ર તું જ “Close” જોઈએ..!!








ગાલ ગુલાબી જયારે તારા થયા,

એ દિવસ થી ગુલાબ આપતા તમને થયા..!!


તારું નામ ને મારો સાથ,

બસ આટલી જ છે મારી વ્યાખ્યા..!!


બસ તારો હાથ મારા હાથમાં હોય,

પછી સફર ગમે તેટલી લાંબી હોય..!!