શાયરી

એક બાજી ના બે રમનારા કોઇ જીતે તો કોઇ હારે…

પણ પ્રેમ ની બાજી તો સહુ થી ન્યારી.. ..

કા તો બન્ને જીતે કા તો બન્ને હારે……


એક પ્રેમ નો મુકામ છે તારા હાથ માં,

ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથ માં,

રાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,

તું ભલે ગોરી, પણ એક શ્યામ લખ્યો છે તારા હાથ માં.


આવતું હશે કોઈ તને મળવા માટે,

તું કિનારા પર એટલે જ આવતો હોઈશ,

તારી સામે ઉભેલી એને જોવા માટે,

કેટલા ઉમંગ થી તું ઉછળી ને આવતો હોઈશ,

નહિ આવી હોઈ એ આજે પણ ત્યાં,

એટલે જ ઉદાસ બની ને તું પાછો જતો હોઈશ.








આમ કોઈને પૂછીને નાં થાય પ્રેમ,

આમ કોઈને પૂછીને નાં થાય પ્રેમ,

શું દરિયાના મોઝા રેતીને પૂછે છે કે તારે ભીંજાવું છે કે કેમ?


એ તો હમેશા મારી આસપાસ છે,

મારા માટે એ કરોડોમાં ખાસ છે,

એને હાસિલ કરવી એ મારા જીવનની અંતિમ આશ છે,

કેમ કે એના વગર જીવન મારું જાણે એક જીવતી લાશ છે


આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,

સાગરના પાણી બધા ખારા નથી હોતા,

મંદિર માં જનારા બધા સારા નથી હોતા,

જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા.








આકાશ ને ઊંઘ આવે તો સુવડાવું ક્યાં?

ધરતી ને મોત આવે તો દફ્નાવવુ ક્યા.?

દરયામા લહેર આવે તો છુપાળું ક્યા.?

મને યાદ તારી આવે જાવુ ક્યા.?


આંખના આંસુ ઘણી ઘટના ભુલાવી જાય છે,

લાગણીઓ પ્રેમમાં સાચે જ ફાવી જાય છે.

એક પળ માટે ઊભા રહી એ જરા પાછળ જુએ,

એટલી હરકત ઘણાં સપનાં સજાવી જાય છે.


અમે ઝીંદગી સવારી ને બેઠા..

તમે આવશો એવુ વિચારી ને બેઠા.

ફક્ત તમારા એક દિલ ને જીતવા,

અમે આખો સંસાર હારી ને બેઠા.








અમારા પ્રેમની પવિત્રતા તમને ના સમજાય,

તેથી દિલમાંથી આપી તમે અમને વિદાય,

પણ એકલા અંધારામાં જીવનના જીવાય,

પ્રેમ છે તો બધું જ છે,નથી કોઈ મહત્વનું એના સિવાય.


કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે.
લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને જડતી નથી…!
લોકો વારંવાર કહેતા હોય છે કે *’જીવતા રહેશું તો ફરી મળીશું’*
પરંતૂ હુ કહૂ છૂ કે *’મળતા રહેશો તો જીવતા રહેશું.


કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે.
લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને જડતી નથી…!
લોકો વારંવાર કહેતા હોય છે કે *’જીવતા રહેશું તો ફરી મળીશું’* પરંતૂ હુ કહૂ છૂ કે *’મળતા રહેશો તો જીવતા રહેશું
💞💞💞