પ્રેમ

દિલ જ્યાં હોય ને,

ત્યાં કોઈ Deal ના હોય!!


કોણે કહ્યું કે તમે અને અમે નોખા છીએ,

અરે તમે કંકુ અને અમે ચોખા છીએ.


ચાહત તો એટલી છે તારા માટે

કે શબ્દો ઓછા પડી જાય,

જો આંખોમાં જોઈ લે તું,

તો દરેક સવાલના જવાબ મળી જાય.








ચાલને આજે સમયને થોડો

થંભાવી દઈએ,

તું મારી સામે બેસ અને

હું તને જોયા કરું.


ના હું કવિ ના મારી કોઈ કવિતા,

હું છું કૃષ્ણ ને તું જ મારી રાધિકા!!


હું શબ્દો શોધતો રહ્યો પ્રેમ

વ્યક્ત કરવા માટે,

અને એણે એક મૌન સ્મિત

આપીને આખી વાર્તા કહી દીધી.








ઉઠાવ એક કાગળ અને

એમાં પ્રેમ લખ,

ભલે ખોટો તો ખોટો મારા

નામે વહેમ લખ!!


વિચાર્યા વિના થઇ જાય એ પ્રેમ છે,

વિચારીને થાય એ તો એક ગેમ છે!!


મન ફાવે ત્યારે બ્લોક અને

મન ફાવે ત્યારે અનબ્લોક કરે છે,

હું એને કેટલો પ્રેમ કરું છું

એ વારેઘડીયે ચેક કરે છે!!








બીજી બધી મોજ તો રોજ છે,

બસ ખાલી એક પ્રેમની ખોજ છે!!