તારી આંખોમાં એવું તે શું જાદુ છે,
કે તને જોતાં જ આ દિલ બેકાબૂ છે..!!
દુઃખ કદી ના આવે તને
એવો તારો યાર બની જાઉં,
તારી આંખ માં આવે આંસુ
તો લુછવા રૂમાલ બની જાઉં..!!
પ્રેમ એટલે બે દિલ એક આત્મા,
અને બંન્ને એકબીજા માટે પરમાત્મા !!
તારી સંગતમાં એક અલગ જ સુકૂન છે,
તને ચાહવું એ જ મારો એકમાત્ર જૂનૂન છે..!!
મારી શાયરીઓ ને અંજામ મળી જાય,
જો તારા જ હૃદયમાં સ્થાન મળી જાય.
પ્રેમ નું આ ગુલાબ સાચવીને રાખજો…
માત્ર ફૂલ નહીં.. દિલ દીધું છે,
જરા સાચવીને રાખજો..!!
શરણ નહીં સહારો છું,
આજીવન હું તારો છું !
ઝાંખી લે તારા હૃદયમાં,
તારા નભ નો સિતારો છું..!!
ના કોઈ રોઝ ડે, ના વેલેન્ટાઈન ડે,
જ્યારે તું અને હું હોય સાથે,
એટલે બધા દિવસ વેલેન્ટાઈન ડે..!!
તું આમ નાં જોયાં કર મને,
નહીં તો હું તને એવો ગમીશ,
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ!
પ્રેમ માટે દિલ, દિલ માટે તું,
મારા માટે તું, તારા માટે હું!
ઘર તો ઘણા જોયા જીવનમાં,
પણ શાંતિ ફક્ત ત્યાં મળી,
જ્યાં તું મારી સાથે હતી.
હજારો ચહેરા જોયા હશે દુનિયામાં,
પણ દિલને ગમ્યો તો ફક્ત તારો ચહેરો…
કદાચ આને જ લોકો,
સાચો પ્રેમ કહેતા હશે.