વેલેન્ટાઇન ડે

ઘર તો ઘણા જોયા જીવનમાં,

પણ શાંતિ ફક્ત ત્યાં મળી,

જ્યાં તું મારી સાથે હતી.


હજારો ચહેરા જોયા હશે દુનિયામાં,

પણ દિલને ગમ્યો તો ફક્ત તારો ચહેરો…

કદાચ આને જ લોકો,

સાચો પ્રેમ કહેતા હશે.


તમને જોયાને ઉડી ગયો ચેન,

કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ!!








અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,

જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના!!


મૂકી દઉં બાજી પર જીવ મારો,

જો ઇનામ તું હોય,

ખર્ચી નાખું જિંદગીઆખી,

જો પરિણામ તું હોય તો!!


ચાહત તો એટલી છે તારા માટે

કે શબ્દો ઓછા પડી જાય,

જો આંખોમાં જોઈ લે તું,

તો દરેક સવાલના જવાબ મળી જાય.








ચાલને આજે સમયને થોડો

થંભાવી દઈએ,

તું મારી સામે બેસ અને

હું તને જોયા કરું.


ના હું કવિ ના મારી કોઈ કવિતા,

હું છું કૃષ્ણ ને તું જ મારી રાધિકા!!