પ્રેમ

તું સાથે હોય ત્યારે રસ્તા સરળ લાગે,
તારા વગર દરેક સફર અધૂરી લાગે.
તારા સાથથી જ ખુશીઓ રંગીન બને,
તું નજીક હોય તો જિંદગી સુંદર લાગે.


પ્રેમમાં સૌથી સુંદર
લાગણી એ છે,
કોઈ એક વ્યક્તિમાં
આખી દુનિયા દેખાય.
અને મને એ દુનિયા,
ફક્ત તારામાં જ દેખાય છે.


પ્રેમ કોઈ શબ્દ નથી,
એ તો તારી સાથેની દરેક પળનો
અહેસાસ છે,
જે જીવનને ખાસ બનાવી દે છે.








પ્રેમમાં વચનો કરતાં,
સાથ વધારે કિંમતી હોય છે.
કારણ કે શબ્દો ભૂલાઈ જાય,
પણ સાથ ક્યારેય ભૂલાતો નથી.


તું મારી સાથે હોય,
તો દરેક રસ્તો સરળ લાગે.
કારણ કે તારા પ્રેમથી જ,
મારું જીવન સુંદર લાગે.


તારી સાથેની દરેક પળ,
મને ફરીથી પ્રેમ શીખવી જાય;
તું હળવેથી હસે એટલામાં,
મારી આખી દુનિયા ખીલી જાય.








તારી સાથેની નજીકતા એવી લાગે,
જાણે અધૂરી કવિતા પૂરી થઈ ગઈ;
તું મળ્યો ત્યારથી આ દિલને,
તારા પ્રેમમાં પોતાની દુનિયા મળી ગઈ.


પ્રેમ એ નથી કે
માત્ર પામીને જ કરી શકાય,
ક્યારેક ક્યારેક કોઈને મનથી
ચાહીને પણ પ્રેમ કરી શકાય!!


તારા ખભા પર માથું મૂકીને,
થોડી ક્ષણો એમ જ રોકાઈ જવું છે;
દુનિયા ભલે ચાલતી રહે પોતાની રીતે,
મારે બસ તારી પાસે રહી જવું છે.








લખવા ચાહું એક વાક્ય અને
આખી કવિતા લખાય જાય છે
ખબર નઈ એવું તો શું જાદુ છે તારામાં કે
તને યાદ કરતાં કરતાં ક્યારે રાત માંથી
સવાર થઈ જાય છે


થોડુક કાચું અને થોડુક પાકું છે,

પણ મારા પ્રેમનું ગણિત સાચું છે !!


ચા નથી ગમતી,

ના કોફીનો શોખ છે,

મને તો બસ તારી સાથે ઘડીક

બેસવાનો રોગ છે..!!