જીવન

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું,
વિચારેલું કે વાંચેલું નહી પરંતુ
આપણું કરેલું નોંધાય છે..!!


ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે અને
નથી આપતો ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે
પણ જયારે રાહ જોવડાવે છે
ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.


સંબંધોનું વાવેતર કરતા
પહેલા જમીન પારખી લેજો સાહેબ,
કેમ કે લાખ પ્રયત્નો કરવા છતાં
રણમાં સફરજનની ખેતી ના થઇ શકે !!








જે ઘરોમાં મગજનું
શાસન ચાલે છે
ત્યાં મોટાભાગે
સંબંધો હારી જતા હોય છે !!


સંબંધ ક્યારેય
ત્રીજા વ્યક્તિના લીધે ખરાબ નથી થતો
પરંતુ ત્યારે ખરાબ થાય છે
જયારે આપણું કોઈ બેઈમાન નીકળે !!


જે જેટલા તમારા છે
તમે પણ એના એટલા જ રહો,
દિલની વધારે ગુલામી કરવામાં આપણી
ઈજ્જતની નીલામી થઇ જાય છે !!








તમે લોકોના ખરાબ સમયમાં
એમની સાથે ઉભા રહ્યા હતા એટલે
એ પણ તમારા ખરાબ સમયમાં સાથે
ઉભા રહેશે એ વાત ભૂલી જજો…


આંખો નહીં
ધરાવનાર કરતાં,
પોતાના દોષ છુપાવનાર
આંધળો હોય છે !!


જરૂરિયાત અને જવાબદારી વચ્ચે,
પોતાના સ્વપ્નો માટે જીવાતી
મનગમતી ક્ષણોનો સરવાળો એટલે જિંદગી  !!








સાજા થવું હોય તો
જેનાથી બીમાર થયા હોય
એનો ત્યાગ કરવો પડે,
પછી ભલે એ કોઈ વસ્તુ હોય,
વ્યક્તિ હોય કે વિચાર !!


વાત કોને કરવી અને
કોને કહેવી,
એ વચ્ચેનો ભેદ સમજાઈ જાય,
તો માણસ ભાગ્યે જ દુઃખી થાય છે !!


તમારે કોઈ માટે
દાખલો બનવું છે કે ઉદાહરણ,
એ તમારે નક્કી કરવાનું છે !!