જીવન

વિચારવા દો એ જેને જે વિચારવું હોય સાહેબ,
જરૂર નથી કે દરેક માણસ
આપણી વાસ્તવિકતા સમજવાને લાયક હોય


સંબંધ કોઈ પણ હોય
વાત જ્યારે સરખી ના થાય
ત્યારે સમજી લેવું કે
બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે


અમુક માણસો સંબંધ છોડી દેશે
પણ પોતાની ખોટી જિંદ
ક્યારેય નહીં છોડે








દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે
એવું ના હોય
ક્યારેક તમારા નજીકના લોકો પણ
તમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે


મને હોય તો મમરા પણ સારા લાગે,
અને જો મન દુઃખ હોય તો,
કાજુ બદામ પણ ખોરા લાગે


અમુક લોકો માટે તમે જીવ પણ આપી દો,
તો પણ બદલામાં તમને
દુઃખ સિવાય બીજું કશું નહીં મળે.








તમે એકલા રહેવાથી
એટલા દુઃખ નહીં થાવ સાહેબ
જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી.


સમય કોઈનો સગો થતો નથી,
અને સગા બધા સમય જોઈને થાય છે


જ્યાં સુધી એક-બીજા ને મદદ કરશે,
ત્યાં સુધી કોઈ પડતું નથી.

તે ધંધો હોય, પરિવાર હોય કે સમાજ!








ઊંઘ આવે ત્યારે ઊંઘી જાઓ,
પરંતુ જાગૃત અવસ્થાની એક પણ ક્ષણ નકામી વેડફશો નહીં.
– વિનોબા ભાવે


કૅન્સરથી મૃત્યુ પામનારા લોકો કરતા
ઈર્ષાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે.


બીજા કોઈ પણ સદગુણ કરતાં
બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ
ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.