જીવન

સાદાઈ, સંયમ અને
સંતોષ હશે તો જ
શાંતિની અનુભૂતિ થઈ શકશે.


નસીબ પર વિશ્વાસ કરીને

થાકી ગયા હોય તો,

પોતાના પર વિશ્વાસ કરી જોજો,

પરીણામ સારુ જ આવશે.


થોડા મોટા અને સમજદાર થઈ જુઓ,
શોખ, આદત અને જિંદગી
બધું બદલાય જાય છે…








લાંબી જીભ
અને લાંબો દોરો,
હમેંશા ગૂંચવાઈ જાય છે.


ઓછું સમજશો તો ચાલશે પણ
ઊંધું સમજશો તો નહીં ચાલે,
ધારી લઈએ એના કરતા
પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે.


દરેક કર્મ
ભવિષ્ય પર
પોતાની છાપ મૂકે છે.








જિંદગીનો અર્થ માત્ર જીત નથી,

ક્યારેક હાર પણ સમજણ બની જાય;

જે પોતાની ભૂલોમાંથી રસ્તો શોધે,

એનું ભવિષ્ય વધુ સુંદર બની જાય.


મન મોટું હોય તો રસ્તા મળે,

નાનું હોય તો અંતર વધે;

આપવા જેવી વસ્તુ હોય તો પ્રેમ છે,

અને જીતવા જેવી વસ્તુ હોય તો મન છે.








જીવનની દરેક પળ માણજો,

દુઃખને પણ હસીને સ્વીકારજો;

જે મળ્યું છે એમાં ખુશ રહેજો,

જે નથી મળ્યું એને ભૂલી જજો.