જીવન

સમય ઓછો છે, સફર લાંબી છે,

દરેક વળાંક પર એક સમજ છે;

સાથે લઈ જવા જેવું હોય તો કર્મ છે,

અને પાછળ છોડવા જેવું હોય તો અહંકાર છે.


આ જિંદગી એક પ્રવાસ છે,

ઓછા સમયમાં જીવવાનો પ્રયાસ છે;

લેવા જેવી ચીજ હોય તો પ્રેમની મીઠાશ છે,

અને મૂકવા જેવી ચીજ હોય તો મનની કડવાશ છે.








જીવનમાં જો મળ્યું છે તેની
કદર કરતા શીખી જાઓ,
કારણ કે જે નથી તેની ફરિયાદમાં,
ઘણી વાર જે છે એની ખુશી
પણ ખોવાઈ જાય છે.


દરેક દિવસ
એક સરખાઓ નહીં હોય,
પણ દરેક દિવસમાં
કંઈક સારું જરૂર હશે;
બસ તેને જોવાની
નજર હોવી જોઈએ.








જીવનમાં રસ્તા બદલાય
તો ડરશો નહીં,
ક્યારેક નવી દિશા જ
તમને જીવનની
સૌથી સુંદર સફર
તરફ લઈ જાય છે.


મનમાં સારા વિચારો રાખો,
નકારાત્મકતાને દૂર ભગાવો;
આશાનો દીપ સદા પ્રગટાવો,
અને જીવનને ખુશીઓથી ભરી રાખો.


સંબંધ તૂટવાનું કારણ
હંમેશાં ઝઘડો નથી હોતો,
ક્યારેક વારંવાર થતી અવગણના પણ
લાગણી ખતમ કરી દે છે.!!








જીવનનો આપણો કાર્યક્રમ
કદાચ પહેલેથીજ નક્કી હોય,
આપણે તો બસ દરેક
પળમાં આપણું શ્રેષ્ઠ
આપવાનું હોય છે.


જીવન એક ઉજવણી છે,
તેને જીવતા શીખો, દરેક પળને
હસતા-હસતા પસાર કરો.
નાની-નાની ખુશીઓમાં આનંદ માણો,
આ જ તો છે સાચી જિંદગીનો અર્થ.


જીવનમાં ફરી શરૂઆત
કરવામાં ક્યારેય ગભરાવું નહીં,
કેમકે ત્યારે શરૂઆત
શૂન્યથી નહિ પણ
અનુભવથી થશે.