નવરાત્રી

નવમ દિવસ
મા સિદ્ધિદાત્રી

મા સિદ્ધિદાત્રીનું સ્મરણ કરતાં,
મન શ્રદ્ધાથી ભરાઈ જાય;
નવ દિવસોની આ આરાધના,
માતાના ચરણોમાં અર્પણ થઈ જાય.








અષ્ટમ દિવસ
મા મહાગૌરી

મા મહાગૌરીના શાંત સ્વરૂપમાં,
મનને નિર્મળતા મળે;
સાદગી અને સત્યના માર્ગે,
જીવનને નવી દિશા મળે.


સપ્તમ દિવસ
મા કાળરાત્રિ

મા કાળરાત્રિનું સ્વરૂપ નિહાળતાં,
મનમાં હિંમત જાગતી જાય;
તેમના સ્મરણથી દરેક
ભય દૂર થાય,
ને મન નિર્ભય બની
આગળ વધતું જાય.








ષષ્ઠમ દિવસ
મા કાત્યાયની

મા કાત્યાયનીનું સ્મરણ કરતાં,
અડગ રહેવાનો ભાવ જાગે;
મુશ્કેલીઓ સામે ઊભા રહી,
મન પોતાના રસ્તે આગળ વધે.


પંચમ દિવસ
મા સ્કંદમાતા

સ્કંદમાતાના મમતાભર્યા
સ્વરૂપમાં,
પ્રેમની સુંદરતા દેખાય;
તેમના ચરણોમાં નમતાં,
હૃદયને હૂંફ મળી જાય.








ચતુર્થ દિવસ
મા કુષ્માંડા

મા કુષ્માંડાની કૃપાથી,
જીવનમાં નવી શરૂઆત થાય;
આજના આ પવિત્ર દિવસે,
દરેક પ્રયત્ન સફળતા પામે.