નિષ્ફળતા મળે તો હિમંત રાખવી, સફળતા મળે તો વિનમ્રતા રાખવી.
પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા-ચાલુ વ્યક્તિ પાસેથી તેની અપેક્ષા રાખશો નહિ.
તમારો સમય નબળો હોય ને તો કોઇને ખબર ના પડવા દેતા કેમકે આ દુનીયા તુટેલા મકાન ની ઇંટ પણ લઇ જાય છે.
જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે આપણા બાળક નો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાના દાખલા ન આપવા પડે.
વિચાર અને વાણી થકી જ મનુષ્ય ઓળખાય છે.
મદદ એક એવી ઘટના છે, કરો તો લોકો ભુલી જાય છે ન કરો તો યાદ રાખે છે.
કડવા અનુભવને ભુલાવવો અઘરો છે, પણ જીવનમાં સૌથી વધુ કામ કડવો અનુભવ જ આવે છે…!!
આજના આ યુગમાં સાચા માણસોની
સ્થિતિ ટીવીના રીમોટ જેવી હોય છે,
ભૂલ સેલ ની હોય અને
માર રીમોટ ખાય છે..!!
સફળતા સુધી જતા રસ્તાઓ
સીધા નથી હોતા,
પણ સફળતા મળી ગયા બાદ
બધા રસ્તા સીધા થઇ જાય છે..
જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની
આખી બાઝી પલટાઈ જાય છે,
તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની
બાઝી પણ પલટાઈ જાય છે.
કેવી રીતે વાત કરવી એના કોઈ
ક્લાસ નથી હોતા,
પણ તમે જે રીતે વાત કરો એના
પરથી તમારો ક્લાસ નક્કી થાય છે.
જો વ્યક્તિનો ઈરાદો બુલંદ હોય તો
તે દરેક મુશ્કેલી નો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.