જે આપણા અંદરના અજ્ઞાનને દૂર કરી
આત્મવિશ્વાસનો દીપ પ્રગટાવે,
એવા ગુરુને હૃદયપૂર્વક નમન.
શુભ ગુરુ પૂર્ણિમા!
ગુરુની એક શીખ જીવનની અનેક
મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે.
આવા તમામ ગુરુજનોને શત શત નમન.
ગુરુના આશીર્વાદથી જીવનમાં
સાચા નિર્ણયો લેવાની સમજ,
મુશ્કેલીઓ સામે લડવાની હિંમત
અને આગળ વધવાની શક્તિ મળે.
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ગુરુ પૂર્ણિમા પર ગુરુજનોને વંદન.
ગુરુના આશીર્વાદથી જીવનમાં જ્ઞાન, સંસ્કાર,
સુખ અને સમૃદ્ધિ સદાય જળવાઈ રહે.
ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ!
ગુરુનું જ્ઞાન માત્ર જીવન બદલતું નથી,
પરંતુ જીવનને જોવાની દૃષ્ટિ પણ બદલી નાખે છે.
ગુરુના જ્ઞાનથી જીવનમાં નવી દૃષ્ટિ મળે
અને તેમના આશીર્વાદથી દરેક સપનું સાકાર થાય.
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ!
જ્ઞાનનો વારસો આપનાર અને
જીવનને ઘડનાર ગુરુજનો પ્રત્યે
કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન દિવસ.
અજવાળું આપી જાતે સળગે તે મીણબત્તી એવી જ રીતે જ્ઞાન આપી બીજાને સફળ કરે એ ગુરુ છે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ
ગુરુના જ્ઞાનનો પ્રકાશ જીવનના દરેક
અંધકારને દૂર કરે અને
સફળતાની નવી દિશા બતાવે.
જીવનમાં મળેલી દરેક સફળતાની પાછળ
કોઈ ને કોઈ ગુરુના શબ્દો અને આશીર્વાદ છુપાયેલા હોય છે.
ગુરુનું માર્ગદર્શન જીવનની સૌથી અમૂલ્ય મૂડી છે.
તેમના આશીર્વાદથી જીવન હંમેશા
સુખમય અને સફળ રહે.