સોના-ચાંદીની ચમક તમારા ઘરમાં આવે, ધનતેરસનો ઉત્સવ ખૂબ મંગલમય રહે. દરેક ક્ષણ ખુશીઓથી ભરી જાય, આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.
ધનની દેવી લક્ષ્મીજીની કૃપા સદા રહે, ધનતેરસની શુભકામનાઓ પાઠવું છું. આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, તમારા જીવનમાં આનંદ છલકાય.
ધનતેરસના આ પાવન પર્વ પર, મા લક્ષ્મી તમારા ઘરમાં બિરાજમાન થાય. સુખ, સમૃદ્ધિ અને વૈભવ તમારા આંગણે આવે, આપનું જીવન સદાય ખુશીઓથી છલકાય.
ધનતેરસ પર “ધન ની તરસ” ઓછી થાય તેવી શુભકામનાઓ…
સર્વેને એટલુ ધન દેજો કે શોધવુ પણ ના પડે કે સંતાડવુ પણ ના પડે.
આપને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ. . .
આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ “ધનતેરસ” ની હાર્દિક શુભકામનાઓ. ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ ધન અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર રહો… એ જ ભગવાનને પ્રાર્થના.
માઁ ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એ જ અભ્યર્થના. ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ