આપણાં મન માં સતત ચાલતા
ક્રોધ રૂપી કકળાટ, ગુસ્સો, આવેશ
જેવા નકારાત્મક વિચારો ને
મનમાંથી બહાર કાઢી હવે થી,
મન ને, તન ને તંદુરસ્ત બનાવીએ….
આપ ને તથા આપ ના પરિવાર ને
કાળી ચૌદસ ની શુભકામનાઓ
શક્તિ સ્વરૂપ મહાકાળી માના આશીર્વાદ
સદૈવ આપના પરિવાર પર બન્યા રહે
જીવનમા દુ:ખો નો નાશ થાય અને
આપના જીવનમાં સુખ, શાંતિ અને
સમૃદ્ધિ ઉતરોત્તર વધતા રહે એ જ પ્રાર્થના.
આપ સૌને કાળી ચૌદશ ની હાર્દિક શુભકામનાઓ.
માઁ કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની
નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને
આપને શક્તિ, સાહસ અને
સફળતા ના આશીર્વાદ આપે.
આપના જીવનને પ્રકાશમય, સુખમય,
મંગલમય અને દીર્ઘાયુષ્ય બક્ષે તેવી અભ્યર્થના.
માઁ મહાકાળી આપની નકારાત્મક ઊર્જા,
ખરાબ નજર, દુર્ગુણો અને કલેશ-કકળાટ
દૂર કરે એવી પ્રાર્થના.
માઁ આદ્યશક્તિ મહાકાળી
તમારા જીવનમાં સુખ, શાંતિ અને
સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના.
કાળીચૌદશની હાર્દિક શુભકામના.